Archive for the ‘ મારી રચના ’ Category

ક્યાં મજા છે?

જીવનમાં ખોટા મૃગજળ પાછળ ભાગવામાં ક્યાં મજા છે?

જો નાની ક્ષણોમાં પણ ખુશી મળે તોય મજા છે…

જીવનમાં મારું-તારું કરવામાં ક્યાં મજા છે?

જો એટલું જ સમજાય કે આપણું છે તોય મજા છે…

જીવનમાં દુઃખોને ખોતરવાની ક્યાં મજા છે?

જે સુખ મળ્યું છે એટલું ય ભોગવાય તોય મજા છે…

જીવનમાં બધાને જાણવાની ક્યાં મજા છે?

પોતાને પોતાની જાત સમજાય તોય મજા છે…

– તપન પટેલ ‘રવિ’

પ્રેમનો અનુભવ…

તમને જોઇને પ્રેમ કરવાનું મન થાય છે
એકવાર તમને મળવાનું મન થાય છે
આજસુધી જેનો કર્યો નથી અનુભવ
તારી સાથે પ્રેમનો અનુભવ કરવાનું મન થાય છે.

-તપન પટેલ “રવિ” (19.05.2012)

તારા વગર…

તારી યાદોને હવે રોકી શકતો નથી,
તને જોયા વગર હવે રહી શકતો નથી,
કોણ જાણે કયું જાદુ કરી બેઠી છે મારા પર.. .
તારા વગર આ જિંદગી હવે જીવી શકતો નથી ને તને પામ્યા વગર મરી પણ શકતો નથી.

-તપન પટેલ “રવિ” (19.05.2012)

તમારી સાથે…

બાળપણ વિતાવ્યું રમતા-રમતા તમારી સાથે…

દરેક ક્ષણ વિતાવી હસતા-હસતા તમારી સાથે…

દિલની દરેક વાત શેર કરી તમારી સાથે…

આમને આમ સમય વિતતો ગયો તમારી સાથે…

ખબર જ ના પડી અમને થઇ ગયો પ્રેમ તમારી સાથે…

સમજાતું નથી કેવી રીતે કરવી આ વાત તમારી સાથે…

ડરતો હતો ક્યાંક ગુમાવી ના બેસું દોસ્તી તમારી સાથે…

માટેજ દિલની વાત ના કરી શક્યો આજ સુધી તમારી સાથે…

પણ હવે તો ગમેતે રીતે કરવી છે મારા દિલની વાત તમારી સાથે…

પ્રયાસ એ જ રહેશે ‘રવિ’ નો અંતિમ શ્વાસ સુધી,

પ્રેમ કરીશ તો ફક્ત તમારી સાથે….

જિંદગી વિતાવીશ તો ફક્ત તમારી સાથે…

-તપન પટેલ (રવિ )

નોધ- મિત્રો ખાસ લખતા આવડતું નથી પણ થોડો પ્રયાસ કર્યો છે કઈ ભૂલ કે સુધારા-વધારાની જરૂર હોય તો જણાવજો અને તમારો અભિપ્રાય પણ….

આજ સુધી…

ખુશ હતા અમે અને તમે
આજ સુધી…
હસતા હતા કોઈ ન હતી પરવા અમને અમારા જીવનની
આજ સુધી…
મળ્યા તમે અમને અચાનક અને હાલત એવી કરી ગયા જે ક્યારે ન થઇ હતી
આજ સુધી…
એ ક્ષણ હું ક્યારે ન ભૂલી શક્યો
આજ સુધી…
તમે મળ્યા ને બદલાઈ ગયું મારું જીવન જેને કોઈ ન બદલી શક્યું
આજ સુધી…
દિવસો જતા નથી ને રાતો વીતતી નથી ક્યારેય ન બન્યું હતું
આજ સુધી…
દરરોજ જોતો રહ્યો તમને પણ કહી ન શક્યો મારા દિલની વાત
એટલે જ તડપે છે ‘રવિ’ તમારા પ્યાર માટે
આજ સુધી…

-તપન પટેલ ‘રવિ’