Gujarat Information FB Page

Like Facebook Page: Click Here

 

Visit Official Website: Click Here

Join Gujinfo Whatsapp Group for Latest Updates About Jobs, Exam, Material Etc..: Click Here

ફ્રી ગુજરાતી મેસેજ આપના મોબાઇલ પર

ફ્રી ગુજરાતી SMS’s બ્લોગ ગુજરાતી શાયરીઓને લગતો બ્લોગ છે, તેમાં મને એસએમએસ (SMS) ધ્વારા મળેલ રચનાઓ અને શાયરીઓ અને જ્યાં-જ્યાંથી સારું લાગ્યું તે લઇને મુક્યુ છે. અહિં મુકાયેલી સામગ્રીના હક્કો જે તે લેખકના પોતાના છે. કવિ કે રચનાકારનું નામ મને ખ્યાલ ન હોવાથી આ રચનાઓ શાયરીઓ અજ્ઞાત તરીકે મુકેલ છે. તેમ છતાં કોઈ લેખક, કવિ કે રચનાકારના નામ ખ્યાલ હોય તો મને જણાવશો.

તપન પટેલ ના GUJRATI મેસેજ આપના મોબાઇલ પર ફ્રી SMS તરીકે મેળવવા

તમારા મોબાઇલ ના મેસેજબોક્ષ મા ટાઇપ કરો

Type in your message box

Type :        JOIN tapanpatel

And Send to   :         9870807070

આપને દરરોજ  આપના મોબાઇલ પર ફ્રી SMS મળશે

મોબાઇલ થી એસ.એમ.એસ દ્વારા સબક્રાઇબ થતા યુઝર ને રૂ.૧.૫૦ પૈસા (Rs.1.50 Paica)
એક્ટીવેશન ચાર્જ લાગુ પડશે, જે માત્ર પ્રથમ વખત જ લાગુ પડશે. આ સિવાય કોઈ  માસીક કે અન્ય ચાર્જ લાગુ પડશે નહિ, દરરોજ “ફ્રી” એસ.એમ.એસ આપનાં મોબાઇલ પર જેની વેલીડીટી લાઇફટાઇમ છે.

આપ એક્ટીવેશન ચાર્જ ચુકવ્યા વિનાં પણ આ સુવિધા નો લાભ લઇ શકો છો.

જો આપ ગુગલ અથવા ઓર્કુટ નું એકાઉન્ટ ધરાવતા હોય, તો આપ નીચે સબક્રાઇબ લીંક ઉપ્પર ક્લીક કરી ને, “ફ્રી” માં એસ.એમ.એસ ગૄપ નાં સભ્ય બની શકો છો, નીચે સબક્રાઇબ ઉપ્પર ક્લીક કરીને માત્ર આપનો મોબાઇલ વેરીફાઇ કરાવો.

દરરોજ “ફ્રી” એસ.એમ.એસ આપનાં મોબાઇલ પર જેની વેલીડીટી લાઇફટાઇમ છે.

સબક્રાઇબ

આ સવલત નો ઉપયોગ માત્ર ગુગલ એકાઉન્ટ ધરાવતા સભ્યો જ કરી શકશે.

વિચારોના ચશ્માને પણ જરા સાફ કરતા રહેવા

ભાદરવા મહિનાના ધોમધખતા તાપમાં બપોરના સમયે એક ભાઇ દુધપાકની ડોલ હાથમાં લઇને ગટર પાસે ઉભા હતા અને એક ચમચા વડે ડોલમાંથી દુધપાક લઇને થોડો થોડો ગટરમાં નાંખતા હતા. ત્યાંથી પસાર થતી કોઇ વ્યક્તિનું ધ્યાન ગયુ એટલે એ પેલા ભાઇ પાસે પહોંચી ગયા. કેસર ઇલાઇચી વાળા સુકા મેવાથી ભરપુર મસ્ત મજાના દુધપાકને ગંદી ગટરમાં નાંખતા જોઇને એમને આશ્વર્ય થયુ.

દુધપાકને ગટરમાં નાંખી રહેલા પેલા ભાઇને પુછ્યુ , ” તમે , કેમ દુધપાકને ગટરમાં નાંખી દો છો ? “

પેલા ભાઇએ બળાપો કાઢતા કહ્યુ , ” અરે ભાઇ, શું કરુ ? આજે મારા દાદાના શ્રાધ્ધ નિમિતે કેટલી મહેનતથી આ સરસ મજાનો દુધપાક બનાવ્યો હતો. પણ તેમાં આ બે માંખો પડી છે અને મરી ગઇ છે એટલે એને ચમચાથી બહાર કાઢીને ગટરમાં ફેંકવા માટે આવ્યો છું પણ માંખ બહાર નિકળવાનું નામ જ નથી લેતી.”

વાત સાંભળતા જ રસ્તેથી પસાર થતા હતા તે ભાઇ ખડખડાટ હસી પડ્યા અને કહ્યુ , “ ભાઇ આમ જ જો આ મરેલી માંખોને બહાર કાઢવાનો પ્રયાસ કરશો તો દુધપાકની આખી ડોલ ખાલી થઇ જશે તો પણ માંખો બહાર નહી નિકળે. એક કામ કરો તમે જે ચશ્મા પહેર્યા છે તે મને આપો”. દુધપાકની ડોલ નીચે મુકીને પોતાના ચશ્મા ઉતારીને એ ભાઇના હાથમાં આપ્યા.
ચશ્માના કાચ પર બે મરેલી માંખો ચોંટી હતી. કપડું લઇને ચશ્મા બરાબર સાફ કર્યા અને પછી પાછા આપીને કહ્યુ , ” હવે આ ચશ્મા પહેરો “. પેલા ભાઇએ ચશ્મા પહેરીને ડોલમાં જોયુ તો દુધપાક તો ચોખ્ખો હતો. એમાથી મરેલી માંખો જતી રહી હતી.

બોધ પાઠ :

આપણા વિચારોરુપી ચશ્મા પર ચોંટેલી નકારાત્મતારૂપી માંખોને કારણે આ દુનિયાને અને દુનિયાના લોકો સાથેના આપણા સંબંધને જે સરસ મજાના દુધપાક જેવા મીઠા છે તેને ગંદી ગટરમાં ફેંકી રહ્યા છીએ. વિચારોના ચશ્માને પણ જરા સાફ કરતા રહેવા.

Daily Quiz

We are provide the Daily quiz subject wise Maths and quantitative aptitude, Reasoning, English, General Awareness GK.

Click Here for Daily Quiz

Must View and Must Share With All…

Thanks…

भारतीय रेलवे भर्ती 2015

भारतीय रेलवे भर्ती बोर्ड में जूनियर इंजिनीअर और सीनियर इंजिनियर की पोस्ट के लिए कुल 2786 की भर्ती 2015.

कुल संख्या: 2786

लायकात: Candidates should our years Bachelor’s Degree & three years Diploma.

Senior Section Engineer: 1159
Junior Engineer: 945
Chemical and Metallurgical Assistant : 75
Depot Material Superintendent: 35
Chief Depot Material Superintendent: 25

ऑनलाइन फॉर्म अंतिम तारीख: 26.07.2015

ज्यादा जानकारी के लिए इस लिंक पर क्लिक करे: http://goo.gl/EBT64F

नम्र निवेदन: अपने सभी मित्रो के साथ यह पोस्ट शेर करके मदद करे किसीके लिए यह उपयोगी साबित होगा.

rrb job 2015

થોડો સમય…

કડવું સત્ય છે પ્રમાણિક પણે સ્વીકારવું વરવું છે……….

વાંચવા માટે થોડો સમય અવસ્ય આપજો,

એક પિતા એ તેના પુત્ર ને કહ્યું મારી અંતિમ વિધિ મા તને ત્રણ કલાક લાગશે અને મારું શ્રાદ્ધ કરવામાં પાંચ કલાક લાગશે તો હું એમ કહું છુ કે આ બંને વિધિ માંથી તને મુંક્ત કરું છુ મારી બોડી નું દાન દઈ દેજે અને શ્રાધ્ધ ના કરતો પણ આ ૮ કલાક નો તારો સમય બચાવું છું તે તું મને જીવતા આપી દે અને ૮ દિવસ સુધી રોજ ૧ કલાક મારી પાસે બેસ…
આપ ગમે તેટલા વ્યસ્ત હો ઓફીસ ના સમય માંથી માત્ર એકાદ બે મિનીટ નો સમય કાઢી ને ઘરે ફોન કરો બા /બાપુ જમ્યા .દવા લીધી કામ ઘણું છે છતાં હું જલ્દી આવી જઈશ (માતા પિતા નો જવાબ મળશે નિરાતે આવજે બેટા ) અને ઘરે આવી tv નું બટન અને છાપુ છોડી બા બાપુ પાસે બેસી ખબર પૂછો તો તેજ કહેશે “બેટા થાકી ગયો હોઈશ જા હાથ મો ધોઈ ને જમી લે અને આરામ કર”
માત્ર વડીલો ને ૧/૨ કલાક આપવાથી તેની ૨૩ કલાક સારી જશે અને અડધી બીમારી દવા વગર સારી થઇ જશે…
પછી તસ્વીર લાગણી નહિ સમજી શકે અને “”ફૂલ ગયું ફોરમ રહી ગઈ” તેમ પેપર માં આપવાની જરૂર નથી તેના કરતા તે પૈસા કોઈ એકલા રહેતા વૃદ્ધ ને અને જરૂરિયાત વાળા ને આપો.
પિતા ને રસ્તો ક્રોસ કરવો છે તમે એકદમ ફ્રી છો હવે પિતા ને રસ્તો ક્રોસ કરવાથી જ કામ છે તેમ વિચારી નોકર ને કહો તો તે પણ રસ્તો ક્રોસ કરાવી આપશે પણ પિતા ને નોકર ના સ્પર્શ માં દીકરા ના સ્પર્શ નો આનંદ અને સંતોષ નહિ મળે તમે જો ઉભા થશો તો પિતા જ કહેશે તું બેઠ કામ કર રામુ ક્રોસ કરાવી આપશે …
અહી તમારી જો પિતા તરફ નિષ્ઠા હશે તો તમારી ઓરા કામ કરશે વડીલો ની જરૂરિયાત સીમિત હોય છે કોઈ વખત માતા પિતા ને તેની જરૂરી ચીજ ચુપ ચાપ લાવી સર પ્રાઈઝ આપી છે ? એક વખત ટ્રાય કરો તેની આંખનો ખૂણો જુઓ સ્વર્ગ દેખાશે ઉમર થતા વડીલો નો સ્વભાવ થોડો બદલે છે ત્યારે વિચારવું હું પણ વૃદ્ધત્વ ની line માં ઉભો છુ…


Give time to your Parents

સોર્સ- સુંદર વિચાર

અનુભવે શીખ આપી……….

કાર બેફામ ચલાવતો એક યુવાન ટ્રાફિક પોલીસની પણ ચિંતા ન કરે. રોકે તો દંડ ભરી દે.

એક દિવસ એક ટ્રાફિક પોલીસે તેને રોક્યો નહી.આશ્ચર્ય થયું.બીજા દિવસે પણ પોલીસે તેને ન રોક્યો.આમ ત્રીજા દિવસે પણ એમ જ બન્યું.તે રીવર્સમાં ગાડી લઇ પોલીસ પાસે ગયો અને કહ્યું કે રસીદ આપો અને દંડ લઇ લો….
પોલીસે નોટબુક કાઢી થોડુક લખ્યું અને તેને આપી જતો રહ્યો….
પોલીસે રસીદને બદલે એક પત્ર લખેલો .
તેમાં લખ્યું હતું કે,’મારી લાડકી દીકરી આ જ રીતે બેફામ ડ્રાઈવિન્ગનો ભોગ બની છે. ચાલકને સજા થઇ,દંડ થયો,પણ મને આખી જિંદગી વિદાયનું દુખ મળ્યું……’
પત્ર વાચી યુવાન ધ્રુજી ઉઠ્યો ,,
ઘેર ગયો…
પુત્રીને વ્હાલ કર્યું.
અને ત્યારથી કારની સ્પીડ ધીમી થઇ ગઈ..
અનુભવે શીખ આપી….

સોર્સ- સુંદર વિચાર (Facebook)

‘ સ્વર્ગ અને નરક ‘

ખરેખર વાંચવા જેવી પોસ્ટ છે મિત્રો…એકવાર તો અચૂક વાંચજો.

એક યુવાન એક પુસ્તક વાંચી રહ્યો હતો. પુસ્તકમાં સ્વર્ગ અને નરકનું વર્ણન હતું. સ્વર્ગનું વર્ણન વાંચીને યુવાનને ખુબ આનંદ થયો અને નરકનું વર્ણન વાંચતા જ એ દુ:ખી દુ:ખી થઇ ગયો. એણે મનમાં જ નક્કી કર્યુ કે ગમે તેમ થાય મારે નરકમાં તો જવું જ નથી બસ આજથી એવા જ કામ કરવા છે કે સ્વર્ગમાં જવા મળે.
વિચારમાંને વિચારમાં એને ઉંઘ આવી ગઇ. ઉંઘમાં એને એક સપનું આવ્યુ. દેવદુતો એમના ઘરે આવ્યા અને કહ્યુ , ” અમે તને સ્વર્ગમાં લઇ જવા માટે આવ્યા છીએ.” યુવાન તો રાજી રાજી થઇ ગયો. દેવદુતોની સાથે એ તો સ્વર્ગ તરફ ચાલ્યો. સ્વર્ગ વિષેનું જે વર્ણન એણે સાંભળ્યુ હતુ એ સ્વર્ગને પોતાની આંખોથી જોશે એ કલ્પના જ એને રોમાંચિત કરી રહી હતી.
એક વિશાળ પ્રવેશદ્વાર આવ્યુ જેના પર લખ્યુ હતુ , ” સ્વર્ગમાં આપનું સ્વાગત છે.” દરવાજો ખુલ્યો અને યુવાન જેમ જેમ આગળ વધતો ગયો તેમ તેમ મુંઝાતો ગયો. અહિંયા ફુલોના બગીચાને બદલે વેરાન રણ જેવું વાતાવરણ હતુ. લોકોના ચહેરા પર આનંદને બદલે ઉદાસી હતી. ક્યાંય કોઇ જગ્યાએ સંગીત કે નાચનું નામોનિશાન ન હતુ.
યુવાને દેવદુતને કહ્યુ , ” ભાઇ, તમે મને ખોટી જગ્યાએ લાવ્યા છો આ સ્વર્ગ નહી નરક છે. તમે મને ઉલ્લુ બનાવો છો.” દેવદુતોએ કહ્યુ , ” અરે ભાઇ તને ઉલ્લુ બનાવવાથી અમને શું ફાયદો અમે તને સ્વર્ગમાં જ લાવ્યા છીએ બહાર દરવાજા પર પણ લખેલું હતુ તે એ વાંચ્યુ પણ હતુ છતાય તને વિશ્વાસ ન આવતો હોય તો એકવાર નરકની મુલાકાત પણ લઇ લે બાજુમાં જ છે.”
યુવાને નરકની મુલાકાત લેવાનું નક્કી કર્યુ અને એ દિશામાં આગળ વધ્યો. જેમ જેમ નરક નજીક આવતુ ગયુ તેમ તેમ એને સુગંધિત વાતાવરણની અનુભૂતિ થવા લાગી. નરકમાં દાખલ થતા એ ફાટી આંખોએ જોઇ જ રહ્યો. સુંદર મજાના બગીચાઓ, નદીઓ અને પહાડો , આનંદથી નાચતા-કુદતા માણસો.
આ બધુ જોયા પછી યુવાને ભગવાનને ફરીયાદ કરી , ” તમે શાસ્ત્રોમાં સ્વર્ગ અને નરકનું વર્ણન જુદુ આપો છો અને વાસ્તવિકતા કંઇક જુદી જ છે આવું કેમ ? ” ભગવાને કહ્યુ , ” સ્વર્ગ અને નરક તે જેવું વર્ણન વાંચેલુ બિલકુલ એવુ જ હતુ પણ કેટલાક એવા લોકો સ્વર્ગમાં આવ્યા જેણે સ્વર્ગની ઓળખ બદલી નાંખી અને કેટલાક એવા લોકો નરકમાં આવ્યા કે એણે નરકની સિકલ બદલી નાંખી.”
મિત્રો , આપણે બધાએ સાંભળ્યુ છે કે જે માણસ સારો હોય એ સ્વર્ગમાં જાય અને જે માણસ ખરાબ હોય એ નરકમાં જાય જ્યારે વાસ્તવિકતા એ છે કે સારો માણસ જ્યાં જાય એ સ્વર્ગ બની જાય અને ખરાબ માણસ જ્યાં જાય એ નરક બની જાય.

Source- Facebook

ગમ્યું તો શેર કરો..

આજનો સુવિચાર

જે માણસ પોતે સફળ થઈ શકશે અે વિશે આત્મશ્રધા ધરાવતો હશે અેને ‘ કેવી રીતે સફળ થવું ‘ અેનો માર્ગ મળી જ રહે છે.

-The Magic of Thinking Big

હેપ્પી દિવાલી SMS 2013

દિવાલી આવી ખુશિયા લાવી,
નાનપણ માં ભૂલા પડેલા દોસ્તોની યાદ આવી,
શું થયું આજે બધા સાથે નથી,
એમની યાદ અપાવવા દિવાલી આવી.

================

તમને આશીર્વાદ મળે ગણેશ થી,
વિદ્યા મળે સરસ્વતી થી,
ધન – દોલત મળે લક્ષ્મી થી,
પ્યાર મળે બધા થી,
આ દુઆ છે મારા દિલ થી.

%d bloggers like this: