Archive for June, 2010

કોઈ યાદ કરે…

Dharti Par Nabh Name Te Game
Mast aa Mausam Ma Koi Yaad Kare Te Game
Varsad To Varse Teni Mausam Ma
Koi Ni Dosti Be-Mausam Varse Te Game.

ધરતી પર નભ, નમે તે ગમે
મસ્ત આ મૌસમ માં કોઈ યાદ કરે તે ગમે
વરસાદ તો વરસે તેની મૌસમ માં
કોઈની દોસ્તી(પ્રેમ) બે-મૌસમ વરસે તે ગમે.

-અજ્ઞાત

સુવિચાર

જો તમારામાં અહંકાર નથી, તો કોઈ પુસ્તકની લીટી વાંચ્યા વિના,
અથવા કોઈ મંદિરમાં ગયા વિના જ તમે ચોક્કસ મોક્ષ પામશો.

-સ્વામી વિવેકાનંદ

આવે છે યાદ…

આવે છે યાદ પણ કહી શકતો નથી
ઈશારાનું છે કામ પણ કરી શકતો નથી
લઇ લીધો છે નિર્ણય કે મારે તને કહેવું છે
વર્ષો સુધી તારા સંગાથમાં રહેવું છે
યુવાની છે થોડા સમયની જે મારે તારી સાથે માણવી છે
વેરાયેલું સ્મિત એકઠું કરવું છે
રીસાઈ ગઈ છે તો મારે તને મનાવવી છે
મન ભરીને પ્રેમ  તને કરવો છે
ચકાસી લેજે દરેક લીટીનો પ્રથમ અક્ષર કે મારે તને શું કહેવું છે.

-અજ્ઞાત
(મિત્રના પ્રેમપત્રમાં વાંચેલ રચના)

આવી મને શરમ…

Kehvu Hatu Ganu Pan Aavi Mane Sharam
Hotho Par Hatu Smit Pn Avi Mane Sharam
Ganivar Aamne Aam Malta Rhya 6ta
Nam Taru Pu6ti Vera Avi Mane Sharam.

કેહવું હતું ઘણું પણ આવી મને શરમ,
હોઠો પર હતું સ્મિત પણ આવી મને શરમ,
ઘણીવાર આમને આમ મળતા રહ્યા છતાં…
નામ તારું પૂછતી વેરા આવી મને શરમ.

-અજ્ઞાત

સુવિચાર

જેની પાસે ધૈર્ય છે અને જે મહેનતથી ગભરાતો નથી,
સફળતા તેની દાસી છે.

-દયાનંદ સરસ્વતી

ફરિયાદ…

કોની આગળ હવે ફરિયાદ કરું?
પી ગયો દર્દ, હવે ઘુંટડા યાદ કરું.

મારું હોવા છતાં કદીયે મારું નથી.
તેને હથેળીમાં રાખી, રોજ આબાદ કરું.

તકિયાને પડી છે ટેવ આંસુ પીવાની,
રોજ રાત્રે તેની સાથે એક સંવાદ કરું.

અદબ-પળથી અને મોં પર આંગળી,
એનીયે મજા છે, ખુદને બરબાદ કરું,

છોડની આ ક્યારી ક્યાંક સુકાઈ ન જાય,
એ બીકમાં રોજ અશ્રુઓનો વરસાદ કરું.

-જેક્સન(આનંદ)
”સહિયર”(ગુજરાત સમાચાર)માં પ્રકાશિત

કોઈની યાદ…

Antar Ni Vat Bahu Taklif Aape 6
Sari Gayeli Sanj Bahu Taklif Aape 6
Rahi To Sakay 6 Koi Na Vagar
Pan Rai Gayeli Koi Ni Yaad Bahu Taklif Aape 6.

અંતરની વાત બહુ તકલીફ આપે છે,
સરી ગયેલી સાંજ બહુ તકલીફ આપે છે,
રહી તો શકાય છે કોઈના વગર..
પણ રઈ ગયેલી કોઈની યાદ બહુ તકલીફ આપે છે.

-અજ્ઞાત

સુવિચાર


ધનની મોટી ઉપાધિ છે. માણસ ધની થયો કે બદલાયો છે.

-રામકૃષ્ણ પરમહંસ

લાલ-ગુલાબી…

ઈશ્કના આલમમાં હર શૈ ગુલાબી છે.
ઝુલ્ફોના પેચમાં હર પેચ ગુલાબી છે.

નજરથી નજર ટકરાય, એ પળ ગુલાબી છે.
બાહોની ગીરફતારીની એ કેદ ગુલાબી છે.

સવાર ગુલાબી છે, સાંજ ગુલાબી છે.
વસ્યા છે જ્યારથી દિલમાં બસ દુનિયા ગુલાબી છે.

એ કેટલા ગુલાબી છે, શું કહું યારો,
એમની યાદોમાંય અજબ ગુલાબી છે.

કઈ ગુલાબીથી કર્યું હતું ચુંબન એમને
હજુય મારા હોઠ લાલગુલાબી છે…

-“સહિયર”(ગુજરાત સમાચાર)માં પ્રકાશિત