Archive for November, 2010

ગમતું નથી પિયુ તારા વગર…

ક્યાંય ગમતું નથી પિયુ તારા વગર,
શોધે છે સતત તને મારી નજર,
તન-બદન મન બધું જ તારું છે,
કુરબાન કર્યું છે મેં તો આ જીગર.

-પ્રેમપત્રોની શાયરીમાંથી…

સુવિચાર

લોભીનું પેટ કદી ભરાતું નથી, લોભ સાથે ક્ષોભ જોડાયેલો જ રહે છે.

-સમર્થ રામદાસ

હાથ પકડ્યો છે તો સાથ આપજો…

હાથ પકડ્યો છે તો સાથ આપજો છેવટ સુધી,
પ્રીત ના બની રહે, મારા તમારા ખત સુધી,
મંઝિલ બહુ મુશ્કેલ છે, વાત એ વિચારજો,
અંતરથી આવકાર્યા છે, તમે પણ આવકારજો.

-પ્રેમપત્રોની શાયરીમાંથી…

સુવિચાર

એક કરોડ મહોરો આપવા છતાં આયુષ્યની એક પળ પણ મળી શકશે નહી
જો તે સમય નકામો ગયો તો એનાથી વધારે હાની શી હોઈ શકે?

-શંકરાચાર્ય

પ્રીતના સાગરને…

પ્રીતના સાગરને અધરથી નહિ,
નયનથી ધીમે ધીમે પીવાય છે,
એક સ્પર્શ પ્રીતનો વિસ્તરે,
તો રુંવાડે રુંવાડે છલકાય છે.

-પ્રેમપત્રોની શાયરીમાંથી…

સુવિચાર

લોકો આપણા વિષે “આપણે કેવા દેખાઈએ છીએ” એનાથી નહિ
પણ “આપણે શું કહીએ છીએ” એના પરથી અનુમાન લગાવે છે.

-સ્વેટ માર્ડન

કેમ વીતે છે રાત…

કેમ વીતે છે રાત, એ બસ દિલ જાણે છે,
રસ્તાઓની વેદના બસ મંજિલ જાણે છે,
એકાંતની અટારી કેટલી વસમી છે એતો,
પૂછો જઈ મહેફિલને મહેફિલ જાણે છે.

-પ્રેમપત્રોની શાયરીમાંથી…

સુવિચાર

ભૂમિ પરની ગંદી વસાહતો કરતા મનોભૂમિ પરની ગંદી વસાહતો
માનવજાત માટે વિશેષ ખતરનાક છે.

-ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણ

પ્રેમમાં એવી હાલત થઇ ગઈ…

સિતારા ગણવાની આદત પડી છે,
પ્રેમમાં એવી હાલત થઇ ગઈ છે,
કહેવાનું ઘણું છે, કહું હું કોને ?
મહોબ્બત મારી ઈબાદત થઇ ગઈ છે.

-પ્રેમપત્રોની શાયરીમાંથી…