Archive for the ‘ સુવાચન ’ Category

એક કડવું સત્ય

Image
 
“દરેક સ્ત્રી પોતાના પુત્રને શ્રવણ બનાવવા ઈચ્છે છે,
પણ કોઈ સ્ત્રી પોતાના પતિને શ્રવણ બનતા નથી જોઈ શક્તી.”

મારા વિચારો:- આજે બપોરે નવરાશના સમયે ‘દિવ્યભાસ્કર’ છાપું વાંચતો હતો ત્યાં મારી નજર રવિવારની પૂર્તિમાં આવેલા એક લેખ પર પડી.
લેખનું ટાઇટલ હતું ” બીમાર માં-બાપ ની ખબર પૂછવા માટે પત્નીની રજા લેવી પડે તે પુત્ર શું કામનો ?”
ખુબ સુંદર લેખ હતો માટે મને આ કોઈ મહાન વ્યક્તિએ લખેલી ઉપરની લાઈન યાદ આવી.
મોટા ભાગની દરેક સ્ત્રીમાં આ વસ્તુ જોવા મળતી હોય છે.
પ્ત્નીતો ઠીક પણ માં-બાપે જેણે ૨૦ વર્ષનો કર્યો તે પુત્ર પણ માં-બાપની અવગણના કરે છે.
ભલે માં-બાપ તમને સુખી જોવા માંગતા હોય એટલે કશું બોલતા ના હોય પણ તેમના દિલમાં કેટલું દુ:ખ થતું હશે તેની પુત્ર કે પુત્રની પત્ની ને શું ખબર.

આ વાત પર એક બીજી વાર્તા યાદ આવી તો લાવો કહી દઉં:-

એક ઘરમાં એક ઘરડાં માં-બાપ ને તેનો પુત્ર એક રૂમમાં બંધ કરીને રાખતો હતો. પુત્રએ તેમના માટે એક ઘંટડી લગાવી આપી હતી કઈ કામ હોય ત્યારે માં-બાપ ઘંટડી વગાડે.
આ બધું ઘરમાં રહેલો નાનો છોકરો પણ જોતો હતો. સમય વિતતો ગયો. એક દિવસ માં-બાપ મૃત્યુ પામ્યા.
એક દિવસ પુત્ર પેલી ઘંટડી છોડતો હતો ત્યારે પેલો નાનો બાળક આવ્યો અને તેને કીધું , “રેહવા દો પપ્પા તમે જયારે ઘરડાં થશો ત્યારે તે ઘંટડી તમારે કામ આવશે”.

તમે જેવું કરો તેવું તમારી સાથે જયારે થાય ત્યારે તમને તેની વેદનાનો સાચો ખ્યાલ આવે.

“ટેકરાવાળી માં ની પૂજા કરવાને બદલે ઉંબળાવાળી માની પૂજા કરશો તો જીવન ધન્ય થઇ જશે.”

સુવિચાર

જ્યારથી “પરીક્ષાની જિંદગી” પૂરી થઇ છે,
ત્યારથી “જિંદગીની પરીક્ષાઓ” શરુ થઇ છે.

-અજ્ઞાત

હોળીની શુભકામનાઓ…

ફ્રી ગુજરાતી SMS’s Blog તરફથી સૌ વાચક મિત્રોને

હોળીની ખુબ ખુબ શુભકામનાઓ…

“હેપ્પી  હોળી“

  ટે

મકરસંક્રાંતિની શુભેચ્છાઓ અને મકરસંક્રાંતિ SMS 2012

ફ્રી ગુજરાતી SMS’s Blog તરફથી સૌ વાચક મિત્રોને
મકરસંક્રાંતિની ખુબ ખુબ શુભેચ્છાઓ.
મકરસંક્રાંતિ તમારા જીવનમાં ખુશીયોની હવા લઈને આવે.
પતંગની જેમ તમારું કેરિયર પણ ખુબ ઉંચાઈ સુધી પહોંચે.

==============================
મીઠા ગોળમાં મળી ગયા તલ,
ચગી પતંગ અને ખીલી ગયું દિલ,
જીંદગીમાં આવે ખુશીયોની બહાર
મુબારક તમને મકરસંક્રાંતિનો તહેવાર.
==============================
મગફળીની ખુશ્બુ, ગોળની મીઠાશ
મકાઈની રોટલી, સરસવનો સાગ
દિલની ખુશી મિત્રોનો પ્યાર
મુબારક તમને મકરસંક્રાંતિનો તહેવાર.
==============================
તનમાં મસ્તી મનમાં ઉમંગ
મિત્રો સાથે મળી ચગાવીએ પતંગ
આકશમાં ભરી દઈએ પ્રેમનો રંગ.
==============================
ઉડી ઉડી રે પતંગ મારી ઉડી રે, ચાલી વાદળોને સંગ
લઈને મારા ઉમંગ, આ તો પ્રિયતમાને ગામ ચાલી રે.
==============================
-આ SMS બીજી ભાષા માંથી રૂપાંતર કરેલ છે.

-તપન પટેલ

નવા વર્ષની ખુબ ખુબ શુભેચ્છા.

નવા વર્ષમાં બધી ખુશી મળે તમને
ભગવાનને પ્રાથના કરું ૧૦૦ વર્ષનું જીવન મળે તમને
૨૦૧૨ માં પ્રેમ અને ખુશીયોનો ભંડાર મળે તમને.

(તમારા મિત્ર ‘તપન પટેલ’ વતી સૌ વાચક મિત્રોને નવા વર્ષની ખુબ ખુબ શુભકામના…)

સુવિચાર

દુ:ખ નું સંકટ તમારી મુલાકાતે બીજી વાર તમારી પાસે ન આવે એમ ઇચ્છતા હો તો પહેલીવાર આવીને તે જે પાઠ શીખવી ગયાં હોય તે બરાબર શીખી લો.

-અજ્ઞાત

સુવિચાર

જીવન સુખ અને દુખથી ભરપુર છે પણ જીવનમાં દુઃખને પણ સુખ માનવું એ આપણા હાથમાં છે.

-તપન પટેલ “રવિ”

સુવિચાર

આપણી વધુ પડતી અપેક્ષાઓ જ આપણને વધુ દુખી કરે છે.

-તપન પટેલ “રવિ” (૦૯/૦૭/૨૦૧૧)

સુવિચાર

“માણસ ને જો અહમ અને નિદા અને અપમાન પિતા આવડે તો એ માનવ નહી દેવ જ છે”

-અજ્ઞાત