Archive for January, 2010

કમાલ કરી ગયા ???

Hal pu6i ne behal kri gaya
najar thi amo ne halal kari gaya
kshan 1 niharya ne virhi padya ame
avi te kevi kamal kri gaya?


હાલ પૂછી ને બેહાલ કરી ગયા,
નજર થી અમોને હલાલ કરી ગયા,
ક્ષણ એક નિહાર્યા ને વિરહી પડ્યા અમે,
એવી તે કેવી કમાલ કરી ગયા?


-અજ્ઞાત

સુવિચાર

ખુશી મહેનતથી આવે છે, અસંયમ અને આળસથી આવતી નથી.
મનુષ્ય કામને ચાહે તો તેનું જીવન સુખી થઇ જાય છે.


-રસ્કિન

તારી યાદમાં…

Haiya ma gam rakhu 6u
Dil ma taru nam rakhu 6u
Tari Yaad ma dukhe 6e maru mathu
Tyare toh khisa ma ZANDU-BAM rakhu 6u.


હૈયામાં ગમ રાખું છું,
દિલમાં તારું નામ રાખું છું,
તારી યાદમાં દુખે છે મારું માથું,
ત્યારે તો  ખીસામાં ‘ઝંડુ’ બામ રાખું છું.


-અજ્ઞાત

સુવિચાર

અભિમાની માણસને કદી સાચા મિત્રો હોતા નથી.
જયારે તેઓ તવંગર હોય છે, ત્યારે તેઓ કોઈને ઓળખતા નથી
અને જયારે વિપત્તિમાં હોય છે ત્યારે તેમને કોઈ ઓળખતું નથી.

-સિડની સ્મિથ

એક ઝલક જોવા…

Ansu ne pan koikni Ankh mathi niklvu pade 6
1 kharu zarnu bani vhevu pade 6
Koi prem karnar ne pu6i to juo
Koini 1 jalak jova ketlu tadpvu pade 6.


આંસુ ને પણ કોઈક ની આંખ માંથી નીકળવું પડે છે,
એક ખરું ઝરણું બની વહેવું પડે છે,
કોઈ પ્રેમ કરનાર ને પૂછી તો જુઓ,
કોઈ ની એક ઝલક
જોવા કેટલું તડપવું પડે છે.


-અજ્ઞાત

સુવિચાર

જે વ્યક્તિ, દરિદ્રનારાયણો સાથે ભાગ પાડીને રોટી ખાય છે
અને હિંસા નથી કરતો, તે સંસારમાં રહેવા છતાં ,
પ્રભુની સુરક્ષિત ગોદમાં સૂતો છે.

-તિરુવલ્લુવર

શું થશે ???

Chakori chand thi alag thase
to aakash nu su thase?
Varsha vadal thi alag thase
to manav nu su thase?
Tame mara thi alag thaso
to maru su thase?


ચકોરી ચાંદ થી અલગ થશે,
તો આકાશ નું શું થશે?
વર્ષા વાદળ થી અલગ થશે,
તો માનવ નું શું થશે?
તમે મારા થી અલગ થશો,
તો મારું શું થશે?


-અજ્ઞાત

સુવિચાર

કોઈના દુ:ખે દુ:ખી થઇ શકો છો? કોઈના સુખો જોઈ સુખી થઇ શકો છો?
કોઈના દુખે દુ:ખી થવું સહેલું છે, પણ સુખે સુખી થવું મુશ્કેલ છે.


-ગૌતમ બુદ્ધ

આ જિંદગી…

Mahobbat mot ni maheman thai gai 6e
to najar ni duniya veran thai gai 6e
mara to swas pan mara nathi rahya
aa jindgi tmara par KURBAN thai gai 6e.


મહોબ્બત મોતની મહેમાન થઇ ગઈ છે,
તો નજરની દુનિયા વેરણ થઇ ગઈ છે,
મારા તો શ્વાસ પણ મારા નથી રહ્યા,
આ જિંદગી તમારા પર કુરબાન થઇ ગઈ છે.


-અજ્ઞાત