Archive for the ‘ બોધ કથાઓ ’ Category

વિચારોના ચશ્માને પણ જરા સાફ કરતા રહેવા

ભાદરવા મહિનાના ધોમધખતા તાપમાં બપોરના સમયે એક ભાઇ દુધપાકની ડોલ હાથમાં લઇને ગટર પાસે ઉભા હતા અને એક ચમચા વડે ડોલમાંથી દુધપાક લઇને થોડો થોડો ગટરમાં નાંખતા હતા. ત્યાંથી પસાર થતી કોઇ વ્યક્તિનું ધ્યાન ગયુ એટલે એ પેલા ભાઇ પાસે પહોંચી ગયા. કેસર ઇલાઇચી વાળા સુકા મેવાથી ભરપુર મસ્ત મજાના દુધપાકને ગંદી ગટરમાં નાંખતા જોઇને એમને આશ્વર્ય થયુ.

દુધપાકને ગટરમાં નાંખી રહેલા પેલા ભાઇને પુછ્યુ , ” તમે , કેમ દુધપાકને ગટરમાં નાંખી દો છો ? “

પેલા ભાઇએ બળાપો કાઢતા કહ્યુ , ” અરે ભાઇ, શું કરુ ? આજે મારા દાદાના શ્રાધ્ધ નિમિતે કેટલી મહેનતથી આ સરસ મજાનો દુધપાક બનાવ્યો હતો. પણ તેમાં આ બે માંખો પડી છે અને મરી ગઇ છે એટલે એને ચમચાથી બહાર કાઢીને ગટરમાં ફેંકવા માટે આવ્યો છું પણ માંખ બહાર નિકળવાનું નામ જ નથી લેતી.”

વાત સાંભળતા જ રસ્તેથી પસાર થતા હતા તે ભાઇ ખડખડાટ હસી પડ્યા અને કહ્યુ , “ ભાઇ આમ જ જો આ મરેલી માંખોને બહાર કાઢવાનો પ્રયાસ કરશો તો દુધપાકની આખી ડોલ ખાલી થઇ જશે તો પણ માંખો બહાર નહી નિકળે. એક કામ કરો તમે જે ચશ્મા પહેર્યા છે તે મને આપો”. દુધપાકની ડોલ નીચે મુકીને પોતાના ચશ્મા ઉતારીને એ ભાઇના હાથમાં આપ્યા.
ચશ્માના કાચ પર બે મરેલી માંખો ચોંટી હતી. કપડું લઇને ચશ્મા બરાબર સાફ કર્યા અને પછી પાછા આપીને કહ્યુ , ” હવે આ ચશ્મા પહેરો “. પેલા ભાઇએ ચશ્મા પહેરીને ડોલમાં જોયુ તો દુધપાક તો ચોખ્ખો હતો. એમાથી મરેલી માંખો જતી રહી હતી.

બોધ પાઠ :

આપણા વિચારોરુપી ચશ્મા પર ચોંટેલી નકારાત્મતારૂપી માંખોને કારણે આ દુનિયાને અને દુનિયાના લોકો સાથેના આપણા સંબંધને જે સરસ મજાના દુધપાક જેવા મીઠા છે તેને ગંદી ગટરમાં ફેંકી રહ્યા છીએ. વિચારોના ચશ્માને પણ જરા સાફ કરતા રહેવા.

થોડો સમય…

કડવું સત્ય છે પ્રમાણિક પણે સ્વીકારવું વરવું છે……….

વાંચવા માટે થોડો સમય અવસ્ય આપજો,

એક પિતા એ તેના પુત્ર ને કહ્યું મારી અંતિમ વિધિ મા તને ત્રણ કલાક લાગશે અને મારું શ્રાદ્ધ કરવામાં પાંચ કલાક લાગશે તો હું એમ કહું છુ કે આ બંને વિધિ માંથી તને મુંક્ત કરું છુ મારી બોડી નું દાન દઈ દેજે અને શ્રાધ્ધ ના કરતો પણ આ ૮ કલાક નો તારો સમય બચાવું છું તે તું મને જીવતા આપી દે અને ૮ દિવસ સુધી રોજ ૧ કલાક મારી પાસે બેસ…
આપ ગમે તેટલા વ્યસ્ત હો ઓફીસ ના સમય માંથી માત્ર એકાદ બે મિનીટ નો સમય કાઢી ને ઘરે ફોન કરો બા /બાપુ જમ્યા .દવા લીધી કામ ઘણું છે છતાં હું જલ્દી આવી જઈશ (માતા પિતા નો જવાબ મળશે નિરાતે આવજે બેટા ) અને ઘરે આવી tv નું બટન અને છાપુ છોડી બા બાપુ પાસે બેસી ખબર પૂછો તો તેજ કહેશે “બેટા થાકી ગયો હોઈશ જા હાથ મો ધોઈ ને જમી લે અને આરામ કર”
માત્ર વડીલો ને ૧/૨ કલાક આપવાથી તેની ૨૩ કલાક સારી જશે અને અડધી બીમારી દવા વગર સારી થઇ જશે…
પછી તસ્વીર લાગણી નહિ સમજી શકે અને “”ફૂલ ગયું ફોરમ રહી ગઈ” તેમ પેપર માં આપવાની જરૂર નથી તેના કરતા તે પૈસા કોઈ એકલા રહેતા વૃદ્ધ ને અને જરૂરિયાત વાળા ને આપો.
પિતા ને રસ્તો ક્રોસ કરવો છે તમે એકદમ ફ્રી છો હવે પિતા ને રસ્તો ક્રોસ કરવાથી જ કામ છે તેમ વિચારી નોકર ને કહો તો તે પણ રસ્તો ક્રોસ કરાવી આપશે પણ પિતા ને નોકર ના સ્પર્શ માં દીકરા ના સ્પર્શ નો આનંદ અને સંતોષ નહિ મળે તમે જો ઉભા થશો તો પિતા જ કહેશે તું બેઠ કામ કર રામુ ક્રોસ કરાવી આપશે …
અહી તમારી જો પિતા તરફ નિષ્ઠા હશે તો તમારી ઓરા કામ કરશે વડીલો ની જરૂરિયાત સીમિત હોય છે કોઈ વખત માતા પિતા ને તેની જરૂરી ચીજ ચુપ ચાપ લાવી સર પ્રાઈઝ આપી છે ? એક વખત ટ્રાય કરો તેની આંખનો ખૂણો જુઓ સ્વર્ગ દેખાશે ઉમર થતા વડીલો નો સ્વભાવ થોડો બદલે છે ત્યારે વિચારવું હું પણ વૃદ્ધત્વ ની line માં ઉભો છુ…


Give time to your Parents

સોર્સ- સુંદર વિચાર

મેં એને જોયો છે !

પરદેશમાં એક ગામથી થોડે દૂર આવેલા ફાર્મહાઉસમાં એક નાસ્તિક કુટુંબ રહેતું હતું. પતિ-પત્ની અને એમની પાંચ વરસની દીકરી, એમ ત્રણ જ જણ એ કુટુંબમાં હતાં. માતાપિતા સંપૂર્ણપણે નાસ્તિક હોવાને લીધે ઘરમાં ઈશ્વરની વાત પણ ક્યારેય થતી નહીં. ભગવાન, શ્રદ્ધા કે આસ્થા જેવા શબ્દો પણ દીકરીના કાથે ક્યારેય પડ્યા નહોતા. દીકરીને હજુ નિશાળે કે બાલમંદિરે નહોતી બેસાડી એટલે બીજાં બાળકો કે અન્ય મોટા લોકો પાસેથી પણ એને ઈશ્વર અંગે કાંઈ સાંભળવા નહોતું મળ્યું. અરે ! એવું કાંઈ હોય એવો પણ એને ખ્યાલ નહોતો.

એક રાત્રે પેલાં પતિ-પત્ની વચ્ચે ખૂબ જ ઝઘડો થયો. નાનકડી વાતમાંથી શરૂ થયેલા એ ઝઘડાએ જોતજોતામાં વરવું સ્વરૂપ લઈ લીધું. અત્યંત ક્રોધે ભરાયેલા પતિએ પોતાની જ પત્નીની છાતીમાં બંદૂકની બે-ચાર ગોળીઓ ધરબી દીધી. પછી પોતે પણ પોતાના માથામાં ગોળી મારીને મરી ગયો. એ લોકો ગામથી દૂર રહેતા હતા એટલે લોકોને આ ઘટનાની છેક સવારે ખબર પડી. ગામના બધાએ ભેગા થઈને નિર્ણય કર્યો અને પેલી બાળકીને ગામના ચર્ચને સોંપી દેવામાં આવી. બાળકીનો માસૂમ ચહેરો જોઈને ફાધર એકદમ દુઃખી થઈ ગયા. આકાશ સામે જોઈને એ મનોમન બોલી ઊઠ્યા કે, ‘હે ભગવાન ! હે પ્રભુ ઈસુ ! આવો તો તારો કેવો ન્યાય ? આટલાં નાનાં બાળકોથી તું આટલો બધો ખફા હો એ હું માની જ નથી શકતો. તારી છત્રછાયાથી તેમ જ તારી કૃપાથી આવાં ફૂલો શું કામ વંચિત રહી જતાં હશે ?’

એ જ સમયે ચર્ચમાં અન્ય નાનકડાં બાળકો આવ્યાં. એ બધાંએ ફાધરનું અભિવાદન કર્યું. ફાધરે એ બાળકોને પેલી નાનકડી બાળકી સાથે ઊભા રાખી દીધાં. પછી એ બધાંની બાજુની દીવાલ પર દોરેલો ભગવાન ઈસુ ખ્રિસ્તનો ફોટો બતાવીને પૂછ્યું : ‘ચાલો બાળકો, કહો જોઉં ! આ કોણ છે એ કોઈ જાણે છે ?’
‘હા, હું જાણું છું !’ બીજું કોઈ જવાબ આપે એ પહેલા જ પેલી બાળકી બોલી ઊઠી.
ફાધરને નવાઈ લાગી. એક નાસ્તિક કુટુંબમાં જન્મેલી અને ગામલોકોથી દૂર ફાર્મહાઉસમાં મોટી થયેલી એ છોકરી, પ્રભુ ઈસુ વિશે કઈ રીતે જાણતી હોઈ શકે ? એ ખરેખર જાણતી હશે કે એમ જ કોઈ ભળતી વ્યક્તિનો વિચાર કરીને જવાબ આપ્યો હશે ? પોતાના મનની શંકા દૂર કરવા એમણે એ બાળકીને જ પૂછ્યું :
‘એમ ! તું ખરેખર જાણે છે એને ? તો ચાલ, જોઉં બેટા ! એ કોણ છે અને તું એને કઈ રીતે જાણે છે ?’
‘મારા પિતાએ મારી માને અને પોતાને ગોળી મારી ત્યારે આ માણસ મારી બાજુમાં આવીને ઊભો રહી ગયો હતો અને આખી રાત એ મારી જોડે જ મારો હાથ પકડીને બેઠો હતો !’ બાળકીએ જવાબ આપ્યો.

ફાધરની આંખમાં આંસુ આવી ગયાં. કદાચ એ સમયે પેલી છોકરી જેવા નાનકડાં ફૂલો નહીં, પરંતુ પોતે હજુ પ્રભુની છત્રછાયા અને કૃપાથી વંચિત રહી ગયા છે એવું એમને જરૂર લાગ્યું હશે !

-ડૉ. આઈ. કે. વીજળીવાળા

વધુ સ્ટોરી વાંચવા લાઈક કરો મારું પેજ: https://www.facebook.com/GujaratiSMS4U