Archive for September, 2010

તમારા પ્રેમની ભેટ…

Bhale Jivan Ma Thodi Rah Kapvi Padi,
Kudrat Pase Koi Ni Chah Mangvi Padi,
Jyare Ene Aapi Tamara Prem Ni Bhet
To Mare Pan Jindgi Ne Wah Wah Aapvi Padi.

ભલે જીવનમાં થોડી રાહ કાપવી પડી,
કુદરત પાસે કોઈની ચાહ માંગવી પડી,
જયારે એને આપી તમારા પ્રેમની ભેટ,
તો મારે પણ જિંદગીને વાહ વાહ આપવી પડી.

-અજ્ઞાત

અટવાય ગયું છે દિલ…

Viksela sambandho ne tame todi na deta,
Kam pade to mukhFervi Na Deta,
Atvay gayu 6e dil tamari dosti ma,
Hath pakadya pa6i kyarey 6odi na deta.

વિકસેલા સબંધોને તમે તોડી ના દેતા,
કામ પડે તો મુખ ફેરવી ના દેતા,
અટવાય ગયું છે દિલ તમારી દોસ્તીમાં,
હાથ પકડ્યા પછી ક્યારેય છોડી ના દેતા.

-અજ્ઞાત

સુવિચાર

માનવીની મહત્તા એમાં નથી કે તે શું છે, બલ્કે એમાં
છે કે તે શું બની શકે છે.

-ડૉ. રાધાકૃષ્ણન

એક ઝલક એમની…

Joi 1 zalak emni ane nasib smji betha
ankho ni 1 chamak ne prem smji betha
yadma emni karya 6 aa rasta bhina
ne pagal loko ene varsad smji betha.

જોઈ એક ઝલક એમની અને નસીબ સમજી બેઠા,
આંખોની એક ચમકને પ્રેમ સમજી બેઠા,
યાદમાં એમની કર્યા છે આ રસ્તા ભીના,
ને પાગલ લોકો એને વરસાદ સમજી બેઠા.

-અજ્ઞાત

સુવિચાર


ખરેખર મહાન માણસ તે છે જે કોઈના ઉપર સવાર થતો નથી અને
જેના ઉપર કોઈ સવાર થઇ શકતું નથી.

-ખલીલ જિબ્રાન

બસ તારો જ ઈન્તેજાર છે…

Ek chhe akash ne dishao char chhe,
dil aa maru tane malva bekarar chhe,
tarij yaado ne tarij vaato,
have to aa nayan ne bas taroj intezaar che.

એક છે આકાશ ને દિશાઓ ચાર છે,
દિલ આ મારું તને મળવા બેકરાર છે,
તારી જ યાદો ને તારી જ વાતો છે,
હવે તો આ નયન ને બસ તારો જ ઈન્તેજાર છે.

-અજ્ઞાત

સુવિચાર

બીજાના પરસેવાનો રોટલો પડાવી લેવા માણસ દયાળુ
પ્રભુની સહાય શોધે એના જેવું બીજું શું ક્રૂર હોઈ શકે?

-લિંકન

મને યાદ છે…

Tari Aakhna Palkara Mane Yaad 6e,
Aaje Pan E Tari Judai Mane Yaad 6e,
Tari Aakhma Dekhatu Pani Mane Yaad 6e,
Ema Rahelo Aapno Bhutkal Mane Yaad 6e.

તારી આંખોના પલકારા મને યાદ છે,
આજે પણ એ તારી જુદાઈ મને યાદ છે,
તારી આંખોમાં દેખાતું પાણી મને યાદ છે,
એમાં રહેલો આપણો ભૂતકાળ મને યાદ છે.

-અજ્ઞાત

સુવિચાર

મનુષ્ય ઘણા હોય છે, પણ મનુષ્યતા વિરલાઓમાં જ હોય છે.

-પ્રેમચંદ