Posts Tagged ‘ સ્વામી શિવાનંદ ’

સુવિચાર

માણસ પોતાની જાતને જેટલો નડે છે તેટલી બહારની વસ્તુ કે વ્યક્તિ નડતી નથી.

-સ્વામી શિવાનંદ

સુવિચાર

બીજાનું ભલું કરવાની પ્રવુત્તિ તે ઉદારતા છે, ગરીબોના પોષણ માટે
ધનનું દાન કરવું ઉદારતા છે, એ દયાનું કાર્ય છે, એ દાનશીલતા છે,
ઉદારતામાં બધા ગુણો સમાયેલા છે.

-સ્વામી શિવાનંદ

સુવિચાર


મન જ મનુષ્યને સ્વર્ગ અથવા નર્કમાં લઇ જાય છે.
સ્વર્ગ અથવા નર્કમાં જવાની ચાવી ઈશ્વરે આપણા
હાથમાં જ મૂકી દીધી છે.

-સ્વામી શિવાનંદ

સુવિચાર

તમારું ચારિત્ર્ય જ ચિરસ્થાયી રહેશે.
આ જગતને છોડતી વખતે તમે તમારા
ચારિત્ર્ય સિવાયની બીજી કોઈ પણ વસ્તુને સાથે લઇ શકશો નહી.

-સ્વામી શિવાનંદ

સુવિચાર

સર્વમાં એક જ આત્માનો નિવાસ છે, સર્વ એક જ ઈશ્વરના રૂપો છે.
બીજાને નુકસાન પહોચાડીને તમે પોતાને જ નુકસાન કરો છો.
બીજાની સેવા કરવાથી તે પોતાની સેવા કર્યા જેવું થશે.
બધા પર પ્રેમ કરો. કોઈનો પણ તિરસ્કાર ન કરો,
કોઈનું પણ અપમાન ન કરો, મન વચન તથા કર્મથી કોઈને પણ હાનિ ન પહોંચાડો.


-સ્વામી શિવાનંદ