Archive for April, 2011

પીન્ટુ નું વિજ્ઞાન…

શિક્ષકે પૂછ્યું : ‘બેરિયમનું કેમિકલ સિમ્બોલ ?’
પીન્ટુ : ‘Ba’
શિક્ષક : ‘સોડિયમનું ?’
પીન્ટુ : ‘Na’
શિક્ષક : ‘બેરિયમનો એક અણુ ને સોડિયમના બે અણુને મિશ્ર કરીએ તો શું બને ?’
પીન્ટુ : ‘Banana સર !’

હોઠ પર રમતુ નામ…

હોઠ પર રમતુ હતુ તે નામ છોડી જાઊ છુ,
તે સંબંધો થી ભરેલુ ગામ છોડી જાઊ છુ;
જે હતુ તે ગટગટાવી ને પી ગયો છુ દોસ્તો,
ને હવે બસ ખાલી પડેલો જામ છોડી જાઊ છુ…..

-ફેસબૂકમાંથી…

સુવિચાર

“પાપનો ઘડોઅ ભરાય ત્યારે ફુટ્યા વગર રહે નહી.”

-ગુજરાતી કહેવત

ખુરશીની માથાકૂટ…

બાપુએ દુકાનવાળાને કહ્યું :- કેવી ખુરશીઓ બનાવો છો? બે દિવસ પણ ન ચાલી !

દુકાનવાળો :- “ભાઈ ખુરશી ચાલવા માટે નહિ બેસવા માટે હોય છે !”

વિયોગની વેદના…

કેમ કરી સહુ વિયોગની વેદના,
જાગી ઉઠે છે જન્મની ઝંખના,
ઝુકાવીને પાંપણો ઉભો છું હું,
કોણ જાણે ઈન્તજારનો અંત ક્યાં?

-પ્રેમપત્રોની શાયરીમાંથી…

સુવિચાર

સુખ અને શાંતિનું કારણ આપણી અંદર જ છે જો આપણે પણ હ્રદય અને મનને પવિત્ર રાખી શકીએ તો તીર્થોમાં ભટકવાની જરૂર નહીં રહે.

-શ્રીમન્નારાયણ

મોંઘવારી જોક્સ…

જ્જ:- તું થોડા દિવસ પહેલા પણ સો રૂપિયા ચોરવાના આરોપમાં પકડાયો હતો?

ચોર:- સાહેબ આ મોંઘવારીના જમાનામાં સો રૂપિયા કેટલા ચાલે !

પ્રેમ…

જીવનમાં કાશ એવી એક રાત આવી જાય
સમય પણ અમને બંનેને સાથે જોઈને ત્યાં જ થોભી જાય
હુ ચૂપ રહુ તૂ પણ ચૂપ રહે
કુદરત પણ આપણા પ્રેમ આગળ નમી જાય.

-ફેસબૂકમાંથી…

સુવિચાર

બીજાને ખરાબ કહેવાથી આપણે પોતે જ ખરાબ થઈએ છીએ કારણ આપણા દોષ દૂર કરવાને બદલે આપણે તેને ભૂલવાનો પ્રયત્ન કરીએ છીએ.

-શ્રી મન્નારાયણ