‘ સ્વર્ગ અને નરક ‘

ખરેખર વાંચવા જેવી પોસ્ટ છે મિત્રો…એકવાર તો અચૂક વાંચજો.

એક યુવાન એક પુસ્તક વાંચી રહ્યો હતો. પુસ્તકમાં સ્વર્ગ અને નરકનું વર્ણન હતું. સ્વર્ગનું વર્ણન વાંચીને યુવાનને ખુબ આનંદ થયો અને નરકનું વર્ણન વાંચતા જ એ દુ:ખી દુ:ખી થઇ ગયો. એણે મનમાં જ નક્કી કર્યુ કે ગમે તેમ થાય મારે નરકમાં તો જવું જ નથી બસ આજથી એવા જ કામ કરવા છે કે સ્વર્ગમાં જવા મળે.
વિચારમાંને વિચારમાં એને ઉંઘ આવી ગઇ. ઉંઘમાં એને એક સપનું આવ્યુ. દેવદુતો એમના ઘરે આવ્યા અને કહ્યુ , ” અમે તને સ્વર્ગમાં લઇ જવા માટે આવ્યા છીએ.” યુવાન તો રાજી રાજી થઇ ગયો. દેવદુતોની સાથે એ તો સ્વર્ગ તરફ ચાલ્યો. સ્વર્ગ વિષેનું જે વર્ણન એણે સાંભળ્યુ હતુ એ સ્વર્ગને પોતાની આંખોથી જોશે એ કલ્પના જ એને રોમાંચિત કરી રહી હતી.
એક વિશાળ પ્રવેશદ્વાર આવ્યુ જેના પર લખ્યુ હતુ , ” સ્વર્ગમાં આપનું સ્વાગત છે.” દરવાજો ખુલ્યો અને યુવાન જેમ જેમ આગળ વધતો ગયો તેમ તેમ મુંઝાતો ગયો. અહિંયા ફુલોના બગીચાને બદલે વેરાન રણ જેવું વાતાવરણ હતુ. લોકોના ચહેરા પર આનંદને બદલે ઉદાસી હતી. ક્યાંય કોઇ જગ્યાએ સંગીત કે નાચનું નામોનિશાન ન હતુ.
યુવાને દેવદુતને કહ્યુ , ” ભાઇ, તમે મને ખોટી જગ્યાએ લાવ્યા છો આ સ્વર્ગ નહી નરક છે. તમે મને ઉલ્લુ બનાવો છો.” દેવદુતોએ કહ્યુ , ” અરે ભાઇ તને ઉલ્લુ બનાવવાથી અમને શું ફાયદો અમે તને સ્વર્ગમાં જ લાવ્યા છીએ બહાર દરવાજા પર પણ લખેલું હતુ તે એ વાંચ્યુ પણ હતુ છતાય તને વિશ્વાસ ન આવતો હોય તો એકવાર નરકની મુલાકાત પણ લઇ લે બાજુમાં જ છે.”
યુવાને નરકની મુલાકાત લેવાનું નક્કી કર્યુ અને એ દિશામાં આગળ વધ્યો. જેમ જેમ નરક નજીક આવતુ ગયુ તેમ તેમ એને સુગંધિત વાતાવરણની અનુભૂતિ થવા લાગી. નરકમાં દાખલ થતા એ ફાટી આંખોએ જોઇ જ રહ્યો. સુંદર મજાના બગીચાઓ, નદીઓ અને પહાડો , આનંદથી નાચતા-કુદતા માણસો.
આ બધુ જોયા પછી યુવાને ભગવાનને ફરીયાદ કરી , ” તમે શાસ્ત્રોમાં સ્વર્ગ અને નરકનું વર્ણન જુદુ આપો છો અને વાસ્તવિકતા કંઇક જુદી જ છે આવું કેમ ? ” ભગવાને કહ્યુ , ” સ્વર્ગ અને નરક તે જેવું વર્ણન વાંચેલુ બિલકુલ એવુ જ હતુ પણ કેટલાક એવા લોકો સ્વર્ગમાં આવ્યા જેણે સ્વર્ગની ઓળખ બદલી નાંખી અને કેટલાક એવા લોકો નરકમાં આવ્યા કે એણે નરકની સિકલ બદલી નાંખી.”
મિત્રો , આપણે બધાએ સાંભળ્યુ છે કે જે માણસ સારો હોય એ સ્વર્ગમાં જાય અને જે માણસ ખરાબ હોય એ નરકમાં જાય જ્યારે વાસ્તવિકતા એ છે કે સારો માણસ જ્યાં જાય એ સ્વર્ગ બની જાય અને ખરાબ માણસ જ્યાં જાય એ નરક બની જાય.

Source- Facebook

ગમ્યું તો શેર કરો..

Advertisements
    • SURESH
    • April 7th, 2015

    VERY NICE

  1. No trackbacks yet.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

Advertisements
%d bloggers like this: