મારી પત્ની પાગલ થઇ ગઈ છે !

મુંગેરીલાલ પાગલોના ડોક્ટર પાસે ગયો અને કહ્યું- ડોક્ટર સાહેબ મારી પત્ની પાગલ થઇ ગઈ છે !

ડોક્ટર :- ‘તમારી પત્નીના પાગલપણાના બે ચાર લક્ષણ બતાવો ?’

મુંગેરીલાલ :- ‘આજે સાંજે જયારે હું ઓફિસેથી ઘરે પહોંચ્યો તો એણે મુસ્કુરાઈને મારું સ્વાગત કર્યું. ખુબ જ પ્રેમથી ચાનો કપ આપ્યો, જયારે આજે પહેલી તારીખ પણ નહોતી.

(કોઈના ઘરે આવું થતું હોય તો કહેજો મારા પાસે આ ડોક્ટરનું સરનામું છે હો…)

Advertisements
  • KAUSHIK RAVAL
  • March 8th, 2011

  ખુબ જ સરસ તપન ભાઈ…..
  મજા ની જિંદગી કોને કહેવાય..
  જમવામાં ગુજરાતી થાળી હોય
  ૨ ટાઇમ ની કામવાળી હોય
  પડોસન નખરાળી હોય
  સુંદર ૧ સાળી હોય અને
  ઘરવાળી નો ઉપલો માલ ખાલી હોય
  જલસા કરો…

  • ASHVIN
  • March 8th, 2011

  WAH

  • chandravadan
  • March 8th, 2011

  તપનભાઈ,

  વાહ ! બીજો ડોકટર અને દર્દીનો વાર્તાલાપ….

  પણ પછી, ડોકટરનો જવાબ શું ?

  ડોકટર કહે,….”પત્નીને પાગલ ના ગણ…હવે દરરોજ કરતા મોટી મુશીબત આવશે.ગભરાઈ મા ! આ બે ગોળી તું લેજે, અને તને ખબર ના પડશે કે તારી પત્ની શું કરે છે ”
  DR. CHANDRAVADAN MISTRY
  http://www.chandrapukar.wordpress.com
  Hope to see you on Chandrapukar for the New Post !

  • chandresh joshi
  • March 8th, 2011

  એક નિબંધ…….

  એક દિવસ એક શાળાના શિક્ષિકાએ પોતાના વિદ્યાર્થીઓને કહ્યું કે ચાલો બાળકો
  આજે તમે એક નિબંધ લખીને મને આપો.
  નિબંધનો વિષય છે — ” જો ભગવાન તમને કાંઇ માંગવાનું કહે તો … …
  ઇશ્વરની પાસે તમે શું માંગશો ??? ”
  બાળકોએ તો ઉત્સાહમાં આવી નિબંધ લખી આપ્યો.
  ત્યારબાદ શિક્ષિકા તે નિબંધો ઘેર તપાસવા લઇ ગયા.
  સાંજે જ્યારે તે નિબંધો તપાસી રહ્યા હતા.
  ત્યાં તેમના પતિ રૂમમાં આવ્યા ને જોયું તો તે શિક્ષિકા રડી રહ્યા હતા.
  તેમણે પૂછ્યું, ” કેમ શું થયું???કેમ રડો છો??? ”
  શિક્ષિકાએ કહ્યું, ” હું મારા વિદ્યાર્થીઓનાં નિબંધો તપાસું છું ”
  તેમના પતિને એક કાગળ આપતા તે બોલ્યાં’ “ જુઓ, તમે પણ આ નિબંધ વાંચી જુઓ ”
  તેમના પતિએ નિબં ધ વાંચ્યો. તેમાં તે બાળકે લખ્યું હતું —
  ” હે ઇશ્વર જો તારે મને કાંઈ આપવું જ હોય તો તું મને … ટેલીવીઝન
  (ટી.વી.) બનાવી દે.
  હું તેનું સ્થાન ગ્રહણ કરવા માંગું છું.
  હું ટી.વીની જેમ ઘરમાં રહેવા માંગું છું.
  જેને માટે ઘરમાં ખાસ જગ્યા હોય.
  મારી આસપાસ મારાં કુટુંબનાં તમામ સભ્યો હોય.
  અને સાચ્ચે જ હું ગંભીર રીતે આ કહું છું જેથી મારા કુટુંબનાં તમામ
  સભ્યોનું હું મારા તરફ જ ધ્યાન ખેંચી શકું.
  તેઓ કોઇ પણ ખલેલ પાડ્યા વગર મને એકચિત્તે સાંભળે અને કોઇ સવાલો ન પૂછે.
  જ્યારે ટીવી બંધ હોય ત્યારે પણ લોકો જેમ તેની ખાસ સંભાળ રાખે છે

  તેમ મારી પણ સંભાળ રાખે.
  જ્યારે પપ્પા કામ પરથી ઘેર આવે ત્યારે તેઓ સખત થાકેલા હોવા છતાં હું ટીવી
  બની ગયો હોવાથી મને તેમની કંપની મળી રહે.
  અને હું મારી મમ્મી જ્યારે દુઃખી હોય કે ટેન્શનમાં હોય ત્યારે મને
  અવગણવાને બદલે મને જ જોવા ઝંખે.
  અને…… મારી સાથે રહેવા માટે મારા ભાઇબહેનો લડાલડી કરે.

  હું તેવું અનુભવવા માંગું છું કે બધી જ વસ્તુઓ એક બાજુએ મૂકીને
  કુટુંબનાં સભ્યો મારા માટે સમય ફાળવે.અને છેલ્લે મને
  ટી.વી બનાવી દો જેથી હું મારા કુટુંબને સુખ, આનંદ આપી શકું અને તેમનું
  મનોરંજન કરી શકું.”
  હે ભગવાન હું બીજું કાંઇ નથી માંગતો પણ ઇચ્છું છું કે તમે મને ટી.વી બનાવી દો.
  શિક્ષિકાની આંખોમાંથી ચોધાર આંસુ વહી રહ્યાં હતાં.
  તેમના પતિ બોલ્યા, ” હે ભગવાન !!! બિચારું બાળક !!!! કેવા ભયાનક
  માતા-પિતા છે !!!!! ”

  શિક્ષિકા ચોધાર આંસુ સારતાં પોતાના પતિની સામે જોયું અને દયામણા અવાજે બોલ્યા,
  ” આ નિબંધ આપણા દીકરાએ લખેલો છે.”

  • અતિ સુંદર લેખ ચંદ્રેશભાઈ…..શેર કરવા બદલ ખૂબ ખૂબ આભાર…

 1. No trackbacks yet.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

Advertisements
%d bloggers like this: